મહેમદાવાદ તાલુકાના સિહુજ નવાગામ પ્રાથમિક શાળા તેમજ કન્યા શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ તેમજ શાળા પ્રવેશોત્સવ પ્રસંગે ધારાસભ્ય શ્રી અર્જુનસિંહ ચૌહાણ હાજર રહ્યા.

રિપોર્ટર: અશોકસિંહ સોલંકીખેડા જિલ્લા બ્યુરો ચીફ

મહેમદાવાદ તાલુકાના સિહુજ નવાગામ ખાતે પ્રાથમિક શાળા તેમજ કન્યા શાળામાં કન્યા કેળવણી મહોત્સવ તેમજ શાળા પ્રવેશોત્સવ નો કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે મહેમદાવાદ તાલુકાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી અર્જુનસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા. તેઓએ શિક્ષણ અંગે જાગૃતતા વધે તે માટે શાળા પ્રવેશોત્સવ ને એક મહત્વનો ભાગ ગણાવ્યો હતો. વિશ્વસ્તરીય શિક્ષણ મળે, ગુજરાતનું દરેક બાળક ભણે,શાળા પ્રવેશોત્સવ, ઉજવણી ઉજ્જવળ ભવિષ્યની કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત નવાગામ સિહુજ પ્રાથમિક શાળાના વિધાર્થીઓ ભણતર નું પ્રથમ પગલું ભરી રહેલા બાળકોને સન્માનિત કરી, શાળા ના કમ્પાઉન્ડ માં વૃક્ષારોપણ કરી ઉજ્જવળ ભવિષ્ય અને સારા ભણતર માટે શુભેચ્છાઓ પાઠવી.

Comments (0)
Add Comment