રિપોર્ટર દિનેશ પટેલ બૌદ્ધિક ભારત અરવલ્લી
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ફુટા ગામે આજરોજ શાળા પ્રવેશોત્સવ ઉજવામાં આવ્યો જેમાં મુખ્ય મહેમાન શ્રી નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબ શ્રી પંડ્યા સંજયભાઈ તેમજ તેમના પત્ની વંદનાબેન પંડ્યા તેમજ CRC કુંદનબેન રાઠોડ તેમજ આંગણવાડી સુપરવાઈઝર તૃપ્તિબેન અને આરોગ્ય ખાતાના કર્મચારી રાકેશભાઈ તેમજ ડાહ્યાભાઈ અને લલિતાબેન આ શુભ પ્રસંગે હજાર રહી બાળકોને પ્રોસાહિત કરી નગરપાલિકા ઓફિસર પંડ્યા સંજયભાઈ સાહેબ ના વરદ હસ્તે બાળકોને સ્કૂલબેગ નું વિતરણ કરવામાં આવ્યું હતું. આંગણવાડી માં થી 5 બાળકોએ ધોરણ 1 માં પ્રવેશ મેળવ્યો હતો તેમજ અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના વરદાન ઇન્ડિયા ન્યૂઝ ના પત્રકાર ભરત ઠાકોર ના દીકરા રાજવીર ઠાકોર જે ફૂટા પ્રાથમિક સ્કૂલ માં ધોરણ 3 માં અભ્યાસ કરતા ફસ્ટ આવતા આજરોજ નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી પંડ્યા સંજયભાઈ સાહેબ ના વરદ હસ્તે રાજવીર ઠાકોર ને સાલ ઓઢાડી અને પુસ્તક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ શુભ પ્રસંગે વાલી મંડળ આંગણવાડી ના કર્મચારી તેમજ ગ્રામજનો અને સ્કૂલ ના તમામે અધિકારી હાજર રહ્યા હતા