રિપોર્ટર:- મહેશ રાવલ, બૌદ્ધિક ભારત દહેગામ
આજે અમારી ઓળા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ નિમિત્તે મુખ્ય મહેમાન તરીકે પ્રાંત અધિકારી શ્રીમતી ક્રિષ્ના વાઘેલા મેડમ તથા લીફ ફાઉન્ડેશનમાંથી ગીતા જોહરી મેડમ ( ગુજરાતના પ્રથમ આઇ.પી.એસ મહિલા અને ભૂતપૂર્વ ડી.જી.પી ) , રેનું પાંડે મેડમ, સુધી મિશ્રા મેડમ, કોઓડીનેટર શિત્તલબેન વાઘેલા, ફેસિલેટર શિક્ષક પિનાકીનભાઈની ઉપસ્થિતિમાં આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ – ૧ માં કુલ ૩૬ બાળકોને શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો , આ શુભ પ્રસંગે કલોલ જાયન્ટ ગ્રુપ ઓફ પ્લેટિનમ દ્વારા આંગણવાડીના બાળકોને લંચબોક્સ તથા બાલવાટિકા અને ધોરણ ૧ નાં બાળકોને સ્કૂલ બેગ આપવામાં આવી .આ શુભ પ્રસંગે મહેમાનશ્રીઓ નાં હસ્તે વૃક્ષા રોપણ કરાવવામાં આવ્યું .સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બદલ શાળાના આચાર્યશ્રી કેતનભાઈ પટેલ દ્વારા સર્વે મહેમાનશ્રી તથા દાતાશ્રીઓ નો ઓળા શાળા પરિવાર વતી સહૃદય આભાર વ્યક્ત કરવામાં આવ્યો .