પોપટલાલ દરજી ધાનેરા
ધાનેરા – રામસણ વચ્ચે શનિવારે સવારે માલગાડીનું એન્જીન બંધ થતાં ટ્રેનને બીજા એન્જિનથી ખેંચાવી હતી. ધાનેરામાં ટ્રેન આમને સામનેના વીડિયોએ કુતુહલ ફેલાવ્યુ હતું. ધાનેરા તરફથી ભીલડી તરફ શનિવારે સવારના 11-00 વાગ્યે એક માલગાડી નિકળી હતી અને તે માલગાડીનું એન્જીન અચાનક ધાનેરા અને રામસણ વચ્ચે ફેલ થતાં માલગાડી આટવાઇ પડી હતી.
તેની જાણ ધાનેરા રેલ્વે સ્ટેશને કરવામાં આવતા તાત્કાલિક ભીલડી જંકશનથી બીજી માલગાડીના એન્જીન દ્વારા આ માલગાડીને ભીલડી તરફ ખેચી જવામાં આવી હતી અને આ બંધ માલગાડીને લેવા આવેલ એન્જીનનો આમને સામનેનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થતાં ધાનેરા સહીત રાજસ્થાનમાં પણ ઓડીસા જેવી ઘટના બને તેવી વાતો વહેતી થવા લાગી હતી.
જેથી આ બાબતે ધાનેરા સ્ટેશન માસ્ટર ચંદ્રશેખરને પુછતાં તેઓએ જણાવ્યું હતું કે જાલોરથી ભીલડી સુધી માત્ર એકજ ટ્રેક છે અને આવનાર અને જનાર બન્ને ટ્રેનો આ ટ્રેક ઉપર અવર-જવર કરતી હોય છે અને જ્યારે સામે કોઇ ટ્રેન આવવાની હોય ત્યારે બીજી ગાડીને કોઇપણ સ્ટેશન ઉપર ઉભી રાખવામાં આવે છે. જેથી ઓડીસા જેવી ઘટના તો બનવાનો સવાલ જ નથી