રિપોર્ટર હિતેશભાઈ પુરોહિત ધાનેરા
બનાસકાંઠાના ધાનેરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે ગુજરાત સરકારે કરોડો રૂપિયાના ખર્ચે નલ સે જલ યોજના બનાવી લોકોને ઘરે ઘરે પાણી આપવાનું વચન આપ્યું હતું પરંતુ ધાનેરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારો મા આ યોજના નિષ્ફળ સાબિત થતી જણાઈ રહી છે. ખાસ કરીને ગામમાં રહેતા ગરીબ પરિવારોને પિવાના પાણી માટે આમતેમ ભટકવું પડે છે મહિલાઓ બાળકો અને વૃદ્ધો પાણી માટે ભારે મુશ્કેલીઓ વેઠી રહ્યા છે. ધાનેરા તાલુકાના નાનામેડા ગામ ખાતે પિવાના પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે ,અનેકો રજૂઆત કરવા છતા કોઈ ધ્યાને લેતુ નથી. ધાનેરા તાલુકાના નાનામેડા ખાતે ગ્રામજનોના જણાવ્યા અનુસાર છેલ્લા વિસ દિવસ પાણી નથી આવતુ આ અગાઉ પણ બે દિવસે એક વખત પાણી આવતુ હતુ એ પણ છેલ્લા વિસ દિવસથી નથી આવતુ. નાનામેડા ગામના મેગવાળ વાસ અને ભિલવાસમા પાણીની વિકટ પરીસ્થિતી જોવા મળી રહી છે અનેક રજૂઆત કરવા છતા તંત્ર મૌન ધારણ કરીને બેઠુ છે. આ પરીસ્થિતી જોતા એવુ લાગી રહ્યુ છે કે આ ગરીબ લોકોને જાણી જોઈને હેરાન કરવામા આવી રહ્યા છે ,જો આવુ ના હોય તો પછી આ લોકોને પાણી આપવાના કેમ નથી આવી રહ્યુ. નાનામેડા ગામના મેગવાળવાસ અને ભિલવાસમા તાત્કાલીક ધોરણૈ પાણી પહૌંચાડવામા આવે એવી ગ્રામજનોની માંગ છે. શુ ગરીબ લોકોને પિવાનુ પાણી માંગવાનો પણ હક નથી??? શુ કોઈના ઈસારા પર આ લોકોને હેરાન કરવામા આવી રહ્યા છે?? અડધા ગામના પાણી આપવામા આવી રહ્યુ છે તો પછી આ લોકોને કૈમ નહી??? એવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. નાનામેડા ગામમા પિવાના પાણીના બેથી ત્રણ ટાંકા ઓ 2021/22ની ગ્રાન્ટ માથી બનાવવામા આવ્યા છે પરંતુ હજુ સુધી ત્યા પાણીના કોઈ કનેક્શન આપવામા આવ્યા નથી , જો કનેક્શન આપવાના જ ન હતા તો પછી પ્રજાના પરસેવાના પૈસા શુ કામ વેડફવામા આવ્યા?? હવે સવાલ એ ઉભો થાય છે કે તંત્ર આના પર કામ કરશે કે પછી હજુ પણ કુંભકર્ણ ની નિંદ્રામા ઉઘી રહેશે