પાલનપુર માં પશુ પક્ષીઓ પ્રત્યે નો અનેરો પ્રેમ અને ઉત્સાહ હોય તો જીવદયા ફાઉન્ડેશન ના ચેરમેન એવા ઠાકોરદાસ ખત્રી સાહેબ.. .કોઈ પણ પશુ પક્ષી જો બીમાર હોય અને જો ફોન કરીએ તો તાત્કાલિક હાજર થઈ જાય છે..અને પશુ પક્ષીઓ પ્રત્યે તેમજ સેવા ના નામે કોઈ પણ કાર્ય હોય તો પૂરા વિશ્વાસ સાથે નિભાવે છે.. આમ ઠાકોર દાસ ખત્રી સાહેબ દ્વારા કોરોના મહામારી માં છેવાડાના અનેક વિસ્તારમાં વસવાટ કરતા લોકો જે પ્રાથમિક જરૂરિયાત થી પણ વંચિત છે એવા લોકોને પણ ઠાકોર દાસ ખત્રી સાહેબ દ્વારા ફૂલ નહિ તો ફૂલ ની પાંખડી સ્વરૂપે પણ અનેક સેવાઓ પૂરી પાડવામાં આવી હતી..અને પાલનપુર ના અનેક વિસ્તારોમાં લોકો કોરોના મહામારી સામે રક્ષણ મેળવી શકે એ માટે અનેક માસ્ક વિતરણ પણ કરવામાં આવ્યા હતા..તેથી વાત કરવામાં આવે તો માત્ર પશુ પક્ષીઓ પ્રત્યે જ નહિ પરંતુ પ્રાથમિક જરૂરિયાત થી વંચિત હોય એવા લોકો પ્રત્યે પણ પ્રેમ ભાવ ધરાવે છે…માટે નાના માં નાના પશુ પક્ષી માટે પણ ગમે ત્યારે ફોન કરો અને હાજર થતાં હોય તો ઠાકોર દાસ ખત્રી સાહેબ.આમ ઠાકોર દાસ ખત્રી સાહેબ, ડો.કાજલબેન પરમાર, તેમજ મણવર પ્રવીણભાઈ તેમજ અનેક સેવાભાવી લોકો દ્વારા અનેક જગ્યાએથી કેટલાય પશુ પક્ષીઓને મોત ના મુખમાંથી બચાવાયા છે