રિપોર્ટર દિનેશ પટેલ જિલ્લા બ્યુરો ચીફ અરવલ્લી
બાયડ પોલીસ સૂત્રો અનુસાર અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના મોટા લાલપુર ના રહેવાસી વિષ્ણુભાઈ શંકરભાઈ ભોઈ જેઓ માલપુર તાલુકાના કાસવાડા ગામમાં તલાટી કમ મંત્રીશ્રી તરીકે ફરજ બજાવે છે અને બાયડ ના મોટા લાલપુર તેમની સાસરીમાં રહે છે જેઓ રાત્રે જમી પરવાળી ઘર આગળ ઉભા હતા ત્યારે ગામના અજયભાઈ અરવિંદભાઈ ભોઈ અને આનંદભાઈ કનુભાઈ ભોઈ બંને કોઈ કારણોસર ઝઘડો કરી રહ્યા હતા અને એકબીજાને પથ્થર મારી રહ્યા હતા આ ઝઘડો જોવા તલાટી શ્રી તેમજ તેમના પત્ની અને અન્ય લોકો એકઠા થયા હતા તે સમયે તલાટી શ્રી એ ઝઘડો કરી રહેલ બંનેને ઝઘડો ન કરવા સમજાવતા અજયભાઈ અરવિંદભાઈ ભોઇએ તલાટી શ્રી ને છૂટો પથ્થર મારી હાથની કોણી પર ઇજાઓ પહોંચાડતા કહેલ કે અમારા ઝઘડામાં તારે આવવાની જરૂર નથી અમારા ઝઘડામાં આવવું નહીં નહીં તો જાનથી મારી નાખીશું તેમ કહી બંને પોતાના ઘેર જતા રહેલ અને તલાટી શ્રી સવારે બાયડ હોસ્પિટલ ખાતે સારવાર કરાવી ઈજા પહોંચાડનાર વ્યક્તિ સામે બાયડ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે જેથી ફરિયાદના આધારે બાયડ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.