ધાનેરામાં પીવાનું પાણી પૂરતાં પ્રમાણમાં ન મળતાં મહિલાઓનો પાલિકામાં હંગામો

રિપોર્ટર પોપટ લાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા

ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં પીવાનું પાણી હાલમાં નર્મદા યોજનામાંથી આપવામાં આવતા પાલિકાના તમામ બોર બંધ કરી દેવામાં આવ્યા છે. અને નહેરની સફાઇ વખતે પાણી બંધ કર્યા પછી ફરીથી ચાલુ કરતાં પુરતા પ્રમાણમાં શહેરમાં પીવાનું પાણી ન મળતાં બુધવારે વોર્ડ નંબર-3ની મહિલાઓએ પાણી બાબતે પાલિકા કચેરીમાં હંગામો મચાવ્યો હતો.નર્મદા યોજનાનું પાણી ચાલુ કરવામાં આવતા ધાનેરામાં નર્મદા યોજના દ્વારા આપવામાં આવતું પાણી નગરજનોને આપવામાં આવી રહ્યું છે. આ યોજનામાં થોડા સમય પહેલા નહેરની સફાઇ માટે પાણી બંધ કરવામાં આવતા પીવાના પાણીની મોટી સમસ્યા ઉભી થતાં નગરપાલિકા દ્વારા એકાંતરા દિવસે પાણી આપવાની શરૂઆત કરી હતી. પરંતુ ફરીથી આ પાણીની નહેર શરૂ થતાં પાલિકાને પાણી પુરવઠા દ્વારા પુરતા પ્રમાણમાં પાણી આપવા છતાં લોકોને સમયસર પુરતા પ્રમાણમાં પાણી ન મળતાં લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.બુધવારે વોર્ડ નંબર-3 ની મહિલાઓ પાણી માટે રણચંડી બનીને પાલિકામાં પહોંચી હતી અને પાણી બાબતે ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી. જેમાં ચિફ ઓફિસર હાજર ન રહેતા પાણી પુરવઠા સુપરવાઇઝર જોડે પહોંચી ે હંગામા વચ્ચે પાણીની માંગણી કરવામાં આવતા સુપરવાઇઝર રામભાઇ સોલંકીએ જ્યાં પાણી પુરતા પ્રમાણમાં નહી આવતું હોય ત્યાં ટેન્કર દ્વારા પાણી આપવા જણાવતા મહિલા શાંત પડી હતી.

Comments (0)
Add Comment