ઉમેશ આચાર્ય બૌદ્ધિક ભારત ભુજ
નખત્રાણા તાલુકા જીયાપર ચાલતા સાપ્તાહિક સત્સંગ કેન્દ્રમાં ઓડિશોમાં થયેલ રેલ્વે દુરધટના માં મૃત્યુ પામેલા દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી કવિ પંખી મગનભાઈ ચોપડાએ જણાવ્યું હતું કે બનેલી આ દુઃખદ ઘટનામાં જેને પોતાના પરિજનો ગુમાવ્યા છે તેના આત્માને ભગવાન પોતાના ચરણોમાં લઈ શાંતિ આપે સાથે જે જે પરિવારો ઉપર મુશ્કેલી આવી છે તેને સહન કરવાની ભગવાન શક્તિ આપે એવી પ્રાર્થના આજના કાર્યક્રમમાં શિવજીભાઈ પોકાર શામજીભાઈ રામજીયાણી લખમશીભાઈ પોકાર પ્રવીણભાઈ ચોપડા હંસરાજભાઈ ડાયાભાઈ ભગત છગનભાઈ ચોપડા સાથે મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ હાજરી આપી શ્રદ્ધાંજલિ આપી હતી એમ મગનભાઈ ચોપડાએ જણાવ્યું હતું