રિપોર્ટર પ્રકાશ ધોબી ટીંટોઈ
મોડી રાત્રે અરવલ્લી જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો, જ્યારે મોડાસા તાલુકાના ટીંટોઈ સહિત આજુબાજુના વિસ્તારમાં પણ ભારે વાવાઝોડું અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો, ભારે પવન ના કારણે ટીંટોઈ તથા આજુબાજુના પંથકમાં અનેક નાના મોટા વૃક્ષો ધારાશાહી થયા હતા, ભારે પવનના કારણે ખેડૂતોના ખેતરોમાં તબેલાના શેડ ના પતરા વાવાઝોડા ના કારણે ઉડ્યા હતા, રહેણાંક વિસ્તારોમાં અનેક મકાનોના પણ પતરા હવામાં ફંગોળાયા હતા. ભારે પવન અને ગાજવીજ સાથે પડેલા વરસાદના કારણે વીજ પુરવઠો ખોરવાયો હતો