ગરીબોની બેલી સરકાર ના સુંદર સૂત્ર સાથે આજે ડીસા એ સી ડબલ્યુ હાઇસ્કૂલ ખાતે ડીસા મામલતદાર એલ જે મકવાણાના માર્ગદર્શન હેઠળ ગરીબ અને મધ્યમ પરિવારના લોકોની મફતમાં ગેસ કનેક્શન નો વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં અંદાજી 70 પરિવારોને મફત માં ગેસ કનેક્શન અને બોટલ આપવામાં આવી હતી ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સુંદર આયોજન કરી અને ગરીબ પરિવારોને મદદરૂપ બનાવવાના હેતુથી આ તમામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડીસાના ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યા નગરપાલિકાના ચીફ ઓફિસર ઉપેન્દ્રભાઈ ગઢવી ડીસા શહેર ભાજપ પ્રમુખ પ્રતિકભાઇ પઢીયાર ડીસા નગરપાલિકાના પ્રમુખ રાજુભાઇ ઠક્કર મહામંત્રી હકમાજી જોશી રાકેશભાઈ પટેલ ભૂગર્ભ ગટર યોજનાના ચેરમેન શૈલેષભાઈ રાજગોર તેમજ બહોળી સંખ્યામાં ડીસાની જનતાને હાજર રહી હતી ગરીબો ની બેલી સરકાર કાર્યક્રમ અંતર્ગત ડીસાના માન્ય ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે સરકારની દરેક યોજના ગરીબો ને મદદરૂપ બને અને તેમના જીવનમાં એક સૂરજ રૂપે રોશની બનીને અજવાળું પાથરે એ હેતુથી સાર્થક કરવાના અભિગમ સાથે સરકાર કામ કરી રહી છે અને આગામી સમયમાં પણ અનેક યોજનાઓ હેઠળ સરકાર રાજ્યની તમામ જનતાને મદદરૂપ બનશે એવી પણ તેમણે ખાતરી આપી હતી