બની વિસ્તારના છેવાડા નું ગામ એટલે ડુમાડા ગામ અને આ ગામ નું ગૌરવ એટલે પઠાણ જુમા સુમાર

રિપોર્ટર ઉમેશ આચાર્ય બૌદ્ધિક ભારત ભુજ

બની વિસ્તારના છેવાડા નું ગામ સરહદ ઉપર વસેલું એક નાનકડું ગામ ગામ ડુમાડો તાલુકો ભુજ જેનું નામ પઠાણ જુમા સુમાર દ્વારા રોશન કરવામાં આવ્યું અને ગામ નું ગૌરવ વધાર્યું છે હાલ ગુજરાત માં ધોરણ 12 સામાન્ય પ્રવાહ નું પરિણામ આવ્યું ત્યારે બની વિસ્તારના છેવાડા નું ગામ એટલે ડુમાડા ના પઠાણ જુમા સુમાર પોતના મહેનત થી ધોરણ 12 માં માં 61% ટકા મેળવી ને સફળતા પ્રાપ્ત કરી છે પઠાણ જુમા સુમાર નું ઉછેર ડુમાડા ગામ થયો અને ગોરે વાલી ગામમાં આવેલી મોલાના આઝાદ ઉચ્ચ બુનિયાદી શાળામાં અભ્યાસ કરીને 10 ધોરણ સુધીનું અભ્યાસ પૂર્ણ કર્યો અને હાલ ભુજ ખાતે મુસ્લિમ એજ્યુકેશન હાઈસ્કૂલમાં અભ્યાસ કરતો હતો , દુર્ગમ વિસ્તારનો રહેતા પઠાણ જુમા સુમાર ધોરણ 12 માં પાસ અને 61% ટકા મેળવતા નાનકડા ગામમાં ખુશીની લાગણી વ્યાપી છે ત્યારે તેને ઠેર ઠેર સુધી અભિનંદન મળી રહ્યા છે આગળ પણ વિસ્તારનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ મળી રહી છે આજે બૌદ્ધિક ભારત સમાચાર પણ પઠાણ જુમા સુમાર ખુબ ખુબ અભિનંદન પાઠવે છે

Comments (0)
Add Comment