અમદાવાદમાં આજે વહેલી સવારે જોરદાર પવનના સુસવાટા સાથે વરસાદ

રિપોર્ટર વિજય ઠક્કર બૌદ્ધિક ભારત અમદાવાદ

અમદાવાદમાં રહીશું હજુ ઊંઘમાં થી ઉઠ્યા પણ નહીં હોય અને જોરદાર પવન અને ધુળની ડમરીઓ તેમજ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડેલ હતો. શહેરના વાડજ, શાહીબાગ, ઉસ્માનપુરા, આશ્રમ રોડ તથા તથા રાણીપ વગેરે વિસ્તારમાં બે ત્રણ દિવસના બફારા બાદ આજે વહેલી સવારે વરસાદનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. વાવાઝોડા સાથેના વરસાદને લઈને કેટલાક સ્થળે નાના-મોટા વૃક્ષો પડી જવાના બનાવો પણ બનવા પામેલ છે. હાલ પણ વરસાદ ચાલુ છે.

Comments (0)
Add Comment