મધ્ય ગુજરાત વીજ કંપની કઠલાલ ખાતે તેમજ ખલાલ ગામે લાઈનમેન પ્રતાપસિંહ રાઠોડનો વિદાય સમારોહ યોજાયો

રિપોર્ટર: મનોજભાઇ સોલંકી બૌદ્ધિક ભારત કઢલાલ

કઠલાલ એમજીવીસીએલ કચેરી ખાતે તેમજ ખલાલ ગામે લાઈનમેન પ્રતાપસિંહ રાઠોડનો વિદાય સમારોહ યોજાઇ ગયો. આ અંગે વાત્રકકાંઠા વિસ્તારના અગ્રણી કાર્યકર એવા અપ્રુજી ગામના રાકેશસિંહ .એલ. સોલંકીના જણાવ્યા મુજબ કઠલાલ એમજીવીસીએલ કચેરી ખાતે બુધવારના રોજ સાંજના પાંચેક કલાકે લાઈનમેન પ્રતાપસિંહ રાઠોડ વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા હોઇ તેમનો વિદાય સમારોહ યોજાઇ ગયો.

આ પ્રસંગે ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહી પ્રાસંગિક પ્રવચન કર્યું હતુ. જેમાં તેમની ફરજ અને સેવાઓને યાદ કરી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. તેમજ પત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મધ્ય ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓ તેમજ કોદરસિંહ વાઘેલા, બંસીભાઈ પ્રજાપતિ, મહોબતસિંહ રાઠોડ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સફળ સંચાલન વાત્રકકાંઠા વિસ્તારના અગ્રણી કાર્યકર રાકેશસિંહ .એલ. સોલંકીએ કર્યું હતુ. બીજા દિવસે ગુરુવારે ખલાલ ગામ ખાતે રાખવામાં આવેલ કાર્યક્રમ મોગરસિંહ સોલંકી પૂર્વ તાલુકા સદસ્ય, ગૌતમસિંહ સોલંકી એડવોકેટ તેમજ આજુબાજુ ગામના સરપંચ, સગા સબંધીઓ સાથે ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા


Comments (0)
Add Comment