ભિલોડા ડેપો ખાતે નિવૃત્ત સન્માન સમારોહ યોજાયો…

રિપોર્ટર રસિક પટેલ બૌદ્ધિક ભારત ન્યુઝ ભિલોડા

ભિલોડા ડેપો ખાતે થી તા ૩૧/૦૫/૨૦૨૩ ને બુધવાર ના રોજ નીચે મુજબ ના ( ૬ ) કર્મચારી મિત્રો એસ.ટી નિગમ ની ૫૮ વર્ષ ની વય મર્યાદા ના કારણે સેવા નિવૃત થતા હોઈ તેમને સન્માનિત કરવા માટે ભિલોડા ડેપો ના તમામ કર્મચારીઓ તથા ત્રણેય યુનિયન ના હોદ્દેદાર શ્રી ઓ દ્વારા ” નિવૃત્ત સન્માન સમારોહ કાર્યક્રમ ” નું આયોજન કરેલ જેમાં સગાં સ્નેહી જનો, મિત્ર વર્તુળ સૌ ઉપસ્થિત રહી. આ કાર્યક્રમ ને સફળ બનાવવા અને સેવા નિવૃત થતા કર્મચારીઓ ને પ્રોત્સાહિત કરવા માટે ડેપો મેનેજર શ્રી બરંડા સાહેબ ના અધ્યક્ષ સ્થાને સન્માન સમારોહ કાર્યક્રમ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત કર્મચારીઓ, સગાં સ્નેહી જનો એ નિવૃત્ત થતા કર્મચારીઓ ને સોના ચાંદી ની મૂવમેન્ટો, તેમજ ફુલહાર પહેરાવી, શાલ ઓઢાડીને દબદબાભેર સન્માન સમારોહ કાર્યક્રમ યોજ્યો હતો..આ પ્રસંગે ડેપો મેનેજર શ્રી બરંડા સાહેબ એ નિવૃત્ત થયેલા કર્મચારી મિત્રો ને શુભકામનાઓ પાઠવી હતી.. આ કાર્યક્રમ નું સફળ સંચાલન એસ.ટી મઝદૂર સંઘ હિંમતનગર વિભાગ ના મહામંત્રી જગદીશભાઈ આર. પટેલ એ કર્યું હતું..અને આભાર વિધિ મજુર મહાજન ના કાર્યકર્તા મહેન્દ્રસિંહ ચંપાવત એ કરી હતી.. અને અંતમાં સૌ કર્મચારીઓ તથા સગાં સ્નેહી જનો ને આઈસ્ક્રીમ અને મીઠાઈ નું પેકેટ અર્પણ કરવામાં આવ્યું હતું..
ડેપો ખાતે થી સેવા નિવૃત થતા કર્મચારીઓ દાબેન એસ. પરમાર – ક્લાર્ક,,જયંતિલાલ જે. પટેલ – ટી.સી, લલીતસિહ કે. રાઠોડ – ડ્રાઈવર / ૪૧૫, વિનોદભાઈ ડી. કટારા – કંડકટર / ૧૩, બાબુભાઈ એલ. અસારી – કંડકટર / ૩૫૫, કાન્તિલાલ કે. પંચાલ – કંડકટર / ૨૨૭૧

Comments (0)
Add Comment