રીપોર્ટર નાગજી ભાઈ એસ બારોટ ગાંધીનગર જીલ્લા બ્યુરો ચીફ
દહેગામ તાલુકામાં આજ તારીખ 28/05/2023 ને સવારે 9.00 વાગે મલ્હાર રિસોર્ટ માં ગુજરાત પત્રકાર સંગઠનની મીટીંગ પ્રથમ વાર દહેગામમાં આયોજન કરવામાં આવી.જેમા માં સરસ્વતી નો દીપ પ્રાગટ્ય કરી સભાની શરૂઆત કરવામાં આવી હતી.આવેલ મહેમાનો ફુલ છડી છાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું.બાકી આવેલા નામી અનામી પત્રકારો નું સ્વાગત મોમેન્ટો ગિફ્ટ આપીને કર્યું હતું આ સમગ્ર મીટીંગ નું આયોજન ગુજરાત પત્રકાર સંઘના ઉપપ્રમુખ જગદીશભાઈ બ્રહ્મભટ્ટ તરફથી કરવામાં આવ્યું હતુ છેલ્લે સમગ્ર પત્રકારો ને સ્વરૂપી ભોજન પણ ગુજરાત પત્રકાર સંઘના ઉપપ્રમુખ જગદીશભાઈ બ્રહ્મભટ્ટ તરફથી કરાવવામા આવ્યુ હતું. આયોજન એટલું સુંદર હતું કે સંસ્થાના પ્રમુખ, મંત્રી વગેરે ઉચ્ચ હોદ્દેદારો એ આયોજન ની નોંધ લીધી હતી બહારગામથી આવેલા પત્રકાર મિત્રો અને સ્થાનિક પત્રકાર મિત્રોએ પણ આયોજન ના ખૂબ ખૂબ વખાણ કર્યા. જગદીશભાઈ બ્રહ્મભટ્ટ તેમના સુપુત્ર પ્રતુલભાઈ બ્રહ્મભટ્ટ થકી બહુંજ સારી મહેનત કરી સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.સોને પે સુહાગ જેવું ત્યારે લાગ્યું હતું જ્યારે ગુજરાત પત્રકાર સંઘના ઉપપ્રમુખ જગદીશભાઈ બ્રહ્મભટ્ટ નો પરીવાર તથા તેમના વેવાઈ શ્રી અરવિંદ લાલ બારોટ જેવો હાલ કેનેડા થી અમદાવાદ આવેલા તેમની પણ હાજરી જોવા મળી હતી.જ્યારે જગદીશભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા આવેલા પત્રકારો નો અને સાથ સહકાર આપનાર દરેક વ્યક્તિનો આભાર વ્યક્ત કર્યો હતો.આ પ્રસંગે યશવંત મહેતા લેખક, વરિષ્ઠ પત્રકાર જે.જે.યું. વેલ્ફર ચેરમેન, બી. આર. પ્રજાપતિ પ્રમુખ ગુ.પ્ર.સંઘ, વી.વી. રબારી રિટાયર્ડ એ.જે.પી.ક્રાઇમ બ્રાન્ચ, નટુભાઈ ભટ્ટ મહામંત્રી ગુ. પ્ર.સંઘ, જગદિશભાઈ બ્રહ્મભટ્ટ ઉપ પ્રમુખ ગુ. પ્ર.સંઘ.અને પોગ્રામ ના હોસ્ટ નિખિલભાઈ શાહ ઉપ પ્રમુખ ગુ. પ્ર.સંઘ, સપનાબેન મહિલા કનવીનર ગુ. પ્ર.સંઘ, પી એસ. આઈ રહેવર તેમજ દસ તાલુકા ના ૧૦૦ થી વધારે સંખ્યા માં પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા.