બાયડના આંબલીયારા નજીક દહેગામ બાયડ હાઇવે પર બુટલેગર અને પોલીસની જીપ વચ્ચે અકસ્માત.

રિપોર્ટર દિનેશ પટેલ જિલ્લા બ્યુરો ચીફ અરવલ્લી

બાયડના આંબલીયારા પોલીસની માહિતી અનુસાર પોલીસ પેટ્રોલિંગ દરમિયાન દહેગામ બાયડ હાઇવે પર આંબલીયારા માજુમ નદીના પુલ નજીક નાકાબંધી દરમિયાન દહેગામ તરફથી આવી રહેલ મારુતિ સુઝુકી સીયાઝ ગાડી ગફલત ભરી રીતે હંકારી આગળ નાકાબંધી કરવા સારું ઉભી રખાવેલ પોલીસની ગાડીને આગળના ભાગે ખાલી સાઈડ ટક્કર મારી હતી પરંતુ ટક્કર વાગવાથી મારુતિ સુઝુકી બંધ થઈ જતા પકડાઈ ગઈ હતી જેમાંથી વિદેશી દારૂની બોટલો નંગ 1088 મળી આવી હતી જેની કિંમત રૂપિયા 1,28,400 તેમજ મારુતિ સુઝુકી સીયાઝ ગાડી ની કિંમત રૂપિયા 5,00000 કુલ રકમ રૂપિયા 6,28,400 નો મુદ્દા માલ કબ્જે કરી ચાલાક દિનેશ હાજારામજી રહેવાસી ગોડી બોર તાલુકા રિષભદેવ જિલ્લા ઉદયપુર ને પકડી લાવી આંબલીયારા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

Comments (0)
Add Comment