ધાનેરામાં 200 ખેડૂતોને બોલાવવામાં આવતા વાહનોની લાંબી કતારો લાગી હતી.

ભાવ પોષાય તેમ ન હોવાથી સરકાર દ્વારા ટેકાના રૂ.1090 ના ભાવ જાહેર કરાયા

રિપોર્ટર પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા

ધાનેરા તાલુકામાં રાયડાનું સૌથી વધારે વાવેતર કરવામાં આવે છે. આ વખતે પણ મોટા પ્રમાણમાં રાયડાનું વાવેતર થવા પામ્યું હતું. પરંતુ બજારમાં રાયડાના ભાવ 900 થી 970 સુધીના રહેતા ખેડૂતોને પોષાય તેમ ન હોવાથી સરકાર દ્વારા ટેકાના ભાવે 20 કિલોના રૂ.1090 ના ભાવે ધાનેરા તાલુકા સંઘ દ્વારા ખરીદી શરૂ કરવામાં આવી હતી. ધાનેરા તાલુકા સંઘના મેનેજર માસુંગભાઇ આકોલીયાએ જણાવ્યું હતું કે, ધાનેરામાં 4700 જેટલા ખેડૂતોએ પોતાનો માલ વેચવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાં આ અઢી મહીનામાં 3000 ખેડૂતોનો માલ તોલાયો છે. હજુ પણ 1700 ખેડૂતોનો માલ લેવાનો બાકી છે અને સમય મર્યાદા સરકાર દ્વારા 7 જૂન રાખવામાં આવતા માલને પહોંચી વળવા માટે સંઘ દ્વારા રોજના 200 ખેડૂતોને બોલાવવામાં આવતા શુક્રવારથી ટ્રેકટરોની લાંબી કતારો જોવા મળી હતી અને મોડી સાંજ સુધીમાં એક કિલોમીટર જેટલી આ કતારો રહેતા રાયડો ખરીદનાર તાલુકા સંઘ દ્વારા આ ખેડૂતો માટે પીવાના પાણીની પણ સગવડ કરાવવામાં આવી હતી.’ જ્યારે સમય મર્યાદા નજીક હોવાથી ખેડૂતો હેરાન થાય છે માટે સરકારને આ સમય મર્યાદા વધારવા માટે ધાનેરાના ભાજપના અગ્રણી ભગવાનભાઇ પટેલ દ્વારા ઉચ્ચ અધિકારીઓને પણ ભલામણ કરવામાં આવી હતી.

Comments (0)
Add Comment