પ્રથમ માળના દુકાનદારોએ પાલિકાને રજૂઆત કરવા છતાં સીઓની ઢીલી નીતિ

પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા

ધાનેરા નગરપાલિકા દ્વારા શ્યામાપ્રસાદ મુખર્જી માર્કેટ (ત્રિકોણિયા માર્કેટ) ત્રિકોણિયાના દબાણો હટાવીને ત્રણ મંજલાનું શોપિંગ બનાવવામાં આવ્યું હતું અને તે શોપિંગના પ્રથમ માળના દુકાનદારો દ્વારા દુકાનો આગળ પતરાનો શેડ બનાવી દબાણ કરતાં પ્રથમ માળની દુકાનો ઢંકાઇ જતાં પાલિકાને રજૂઆત કરવા છતાં પાલિકાના ચિફ ઓફિસર દ્વારા કોઇ કાર્યવાહી ન કરાતાં સોમવારે વેપારીઓ પાલિકામાં પહોંચી ધરણાં ઉપર બેસવાની ધમકી આપતા મામલો ઉગ્ર બન્યો હતો.
પ્રથમમાળના દુકાનદારો દ્વારા મામલતદાર તેમજ ચિફઓફિસરને 17 એપ્રિલના રોજ લેખિતમાં રજૂઆતો કરવામાં આવી હતી. પરંતુ કોઇ કાર્યવાહી કરવામાં ન આવતા વેપારીઓ ફરીથી સોમવારે પાલિકામાં આવી પાલિકામાં જ ધરણાં ઉપર બેસવાની ચીમકી આપતા ચિફ ઓફિસરે પતરાના શેડ બનાવનાર વેપારીઓને બે દિવસનું અલ્ટીમેટમની નોટિસ આપવાની ખાત્રી આપી હતી. જો દબાણ નહીં હટાવે તો પાલિકા દ્વારા હટાવવામાં આવશે તેવી ખાત્રી આપતા વેપારીઓ પોતાના ધંધાર્થે ગયા હતા.દુકાનદાર વિક્રમસિંહ રાજપુતે જણાવ્યું કે ચિફ ઓફિસર નીચેના દુકાનદારોને છાવરી રહ્યા છે : ચિફ ઓફિસર રૂડાભાઈએ જણાવ્યું હતુ કે રજૂઆતો મળી

Comments (0)
Add Comment