દાંતીવાડા ખાતે ” સહી પોષણ દેશ રોશન જેવા” સૂત્રોચ્ચાર સાથે પોષણ રેલી યોજવામા આવેલ

કુપોષણ મુક્ત ભારતના નિર્માણ માટે માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા 8 માર્ચ 2018 ના રોજ રાજસ્થાન ના ઝુનઝુન જિલ્લામાંથી રાષ્ટ્રવ્યાપી પોષણ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી.જે અંતર્ગત સપ્ટેમ્બર માસને પોષણ માસ તરીકે જાહેર કરવામાં માં આવ્યો હતો આ માસમાં આંગણવાડી કક્ષાએ,સેજા કક્ષાએ અને ઘટક કક્ષાએ વિવિધ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ દ્વારા પોષણ માસ ની ઉજવણી કરવામાં આવે છે જેના ભાગરૂપે આજ રોજ બનાસકાંઠા જિલ્લા ઘટક-દાંતીવાડા ખાતે ” સહી પોષણ દેશ રોશન જેવા” સૂત્રોચ્ચાર સાથે વિશાલ પોષણ રેલી નું આયોજન કરવામાં માં આવ્યું હતું ,વાનગી હરીફાઈ પણ રાખેલ જેમાં કાર્યકર બેનો અને કિશોરીઓ દ્વારા ટી. એચ. આર માંથી બનતી પોષણ થી ભરપુર વિવિધ વાનગીઓ બનાવવામા આવી હતી જેનું ઉપસ્થિત મહેમાનો દ્વારા નિદર્શન કરી પ્રોત્સાહિત કરવામાં માં આવ્યું .અને પોષણ જાગૃતિ વિશે સમજણ આપી ને મહેમાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં માં આવ્યું કાર્યક્રમમા આવેલ દરેક વ્યક્તિદીઠ એક વૃક્ષ વાવી તેનો ઉછેર કરવાની અપીલ કરાઈ હતી ઉપસ્થિત મહેમાનો,સ્ટાફગણ, આંગણવાડી કાર્યકર, આંગણવાડીતેડાગર,કિશોરીઓ દ્વારા પોષણ શપથ ની પ્રતિજ્ઞા લેવામાં આવી.કાર્યક્રમ મા નટુભાઈ ચૌધરી (ડિરેકટર શ્રી APMC પાંથાવાડા), શ્રી હરજીભાઈ ભૂતડિયા (ડિરેકટર શ્રી APMC પાંથાવાડા), સરદારભાઈ ભટોળ (તા.પંચાયત સદસ્યશ્રી),બળવંતજી ઠાકોર(કિસાન મોરચાના અગ્રણી),વિષ્ણુભાઈ દરજી(આચાર્યશ્રી જેગોલ પ્રા.શાળા) મહેમાન સાથી તાલુકા ના ગણમાન્ય નાગરિક ઉપસ્થિત રહીને આ કાર્યક્રમ ને બિરદાવ્યું હતું ઘટક-દાંતીવાડા ના સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી શ્રીમતી શાંતાબેન એચ દેસાઈ ના માર્ગદર્શન હેઠળ,રૂકશાનાબેન મુખી (મુખ્ય સેવિકા દાંતીવાડા),નજમાબેન નાથા(મુખ્ય સેવિકા આરખી),ગીતાબેન બારોટ(મુખ્ય સેવિકા જેગોલ),મદીનાબેન શેરસિયા(મુખ્ય સેવિકા વાઘરોલ), રોશનબેન કુગાશીયા(મુખ્ય સેવિકા રાજકોટ),

આશાબેન પી જાની(ડિસ્મુ બ્લોક કોર્ડીનેટર),ગણપતભાઈ આર પરમાર (NNM બ્લોક કોર્ડીનેટર ) તથા અનિતાબેન કે પરમાર (NNM બ્લોક પ્રોજેક્ટ આસિસ્ટન્ટ ),વિશાલકુમાર જી પરેચા,અમિતકુમાર કે વાગડોદા(આધારકાર્ડ ઓપરેટર) ખાસ ઉપસ્થિત રહીને આ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો અને આ સમગ્ર કાર્યક્રમ માં દેશ માં ચાલતી કોરોના મહામારી માં સરકારી નીતિ નિયમો ની પાલના કરવામાં આવી હતી અને સરકારી ગાઈડલાઈન પ્રમાણે આ કાર્યક્રમ નું આયોજન કરવામાં માં આવ્યું હતું

Comments (0)
Add Comment