ધાનેરામાં પેટ્રોલ પંપ ઉપરથી ઓઈલના ડબ્બાની ચોરી કરનાર ત્રણ આરોપીઓને પોલીસે દબોચી લીધા

રિપોર્ટર પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા

ધાનેરાના એક પેટ્રોલ પંપમાંથી 17 હજારથી વધુના રકમના ઓઈલના અલગ-અલગ નાના મોટા ડબાની ચોરી થઈ હતી. જે મામલે ધાનેરા પોલીસે બાતમી હકીકત આધારે મુદ્દામાલ સાથે ત્રણ ઈસમોને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
બનાસકાંઠા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ મિલ્કત સબંધી ગુનાઓ શોધી કાઢવા સારૂ સુચના કરેલ હોય એસ.એમ.વારોતરીયા નાયબ પોલીસ અધિક્ષક થરાદ વિભાગ થરાદનાઓના માર્ગદર્શન મુજબ એ.ટી.પટેલ, પોલીસ ઈન્સપેક્ટર ધાનેરાનાઓને મળેલી બાતમી આધારે ધાનેરા પોલીસ સ્ટેશનના ગુનાના કામે ફરીયાદી સંજ્યકુમાર પ્રકાશભાઈ સોનીના પેટ્રોલપંપના મકાનના રૂમમાંથી ઓઈલના અલગ અલગ નાના મોટા ડબા 05 જેની કિંમત 17980 ની ચોરી થયેલ હોય જે ગુનાના કામનો મુદામાલ સાથે ધાનેરા પોલીસે બાતમી હકીકત આધારે ત્રણ ઈસમોને દબોચી લીધા હતા. પોલીસે ચોરીમાં ગયેલો મુદામાલ રીકવર કરી ધાનેરા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

Comments (0)
Add Comment