બસ સેવા શરૂ કરવા અંગે ડેપો મેનેજરને ABVP એ પાઠવ્યું આવેદનપત્ર

થરાદ ડેપોથી સરકારી કોલેજ થરાદ સુધી વિદ્યાર્થીઓ માટે બસ ટ્રીપ શરૂ કરવા અંગે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ થરાદ શાખા દ્વારા આજરોજ થરાદ ડેપો મેનેજરને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યું હતું કે સરકારી વિજ્ઞાન કોલેજમાં 300 થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોઈ વિદ્યાર્થીઓને ચાલતા કોલેજ આવવું- જવું પડે છે. તે માટે સોમથી શુક્ર સુધી સવારમાં ૧૦ વાગ્યે થરાદ ડેપોથી કોલેજ સુધી તેમજ સાંજે સવા ચારથી સાડા ચાર વાગ્યા સુધીમાં કોલેજથી ડેપો જવા તથા શનિવારે સવારમાં આવવા ૮ વાગ્યે તેમજ ડેપોએ જવા સાડા બાર અને એક વાગ્યે વિદ્યાર્થીઓ માટે બસ સેવા શરૂ કરવા એબીવીપીએ માંગ કરી હતી, આ પ્રસંગે એબીવીપીના પ્રમુખ કાર્યકર પ્રવિણભાઈ જોષી, જીલ્લા સમિતી સદસ્ય યશપાલસિંહ ચૌહાણ, નગર સહમંત્રી આયુષભાઈ ચૌધરી, નયનભાઈ ચૌધરી, નગર સોશિયલ મીડિયા પ્રમુખ રાજેશભાઈ જોષી સહિત કાર્યકરો અને વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં…..

Comments (0)
Add Comment