ધાનેરાના લાલચોકમાં ત્રણ શખસો પિતાના મૃત્યુના બહાને રાજસ્થાન સાંચોરના કરોલામાં કાર ભાડેથી લઈ ગયા

રિપોર્ટર પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા

ડ્રાઇવરને રસ્તા ઉપર ફેંકી દીધો , અકસ્માત થતાં કાર મુકી લૂટારુ ભાગી ગયા ધાનેરાના લાલચોકમાં ત્રણ શખસો પિતાના મૃત્યુના બહાને રાજસ્થાન સાંચોરના કરોલામાં કાર ભાડેથી લઈ ગયા હતા . પરંતુ કરોલા ગામ પાસે ડ્રાઈવર પર છરી વડે હુમલો કર્યો હતો અને કાર લઇને ભાગી ગયા હતા . જેથી ડ્રાઇવરે 100 નંબર પર ફોન કરીને પોલીસને ઘટનાની જાણકારી આપતાં પોલીસની ટીમોએ પીછો કર્યો હતો . જોકે કારની જાણકારી મળી ન હતી . પરંતુ શુક્રવારની મોડી રાત્રે 10-00 વાગ્યાની આસપાસ બાડમેરના સિંધરી પાસે વાહન પલટી જવાની માહિતી મળી હતી . ધાનેરામાં લાલચોકમાં શુક્રવારના રોજ સાંજના સુમારે ત્રણ લોકો આવ્યા હતા અને તેણે સ્કોર્પિયો નંબર જીજે – 27 – એપી -6662 ના માલિક ભરતભાઈ દેવસીને કહયું કે આ યુવકના પિતાનું અવસાન થયું છે . તેથી જ અમારે તાકીદે સાંચોરના કરોલા ગામમાં જવું પડશે . પહેલા તો ભરતભાઈ દેવસીએ ના પાડી હતી . પરંતુ મૃત્યુ થયાના સમાચાર હોવાથી ભરતભાઈએ ડ્રાઇવર મુકેશ મિરાસીને આપીને તેની સાથે રવાના કર્યો હતો . ડ્રાઈવર સ્કોર્પિયો લઈને સાંચોરથી આગળ કરોલા ગામ પહોંચ્યો ત્યારે આ શખ્સોએ ગાડી રોકાવીને ડ્રાઇવર મુકેશ પર છરી વડે હુમલો કર્યો હતો

Comments (0)
Add Comment