કરાયું લોકોમાં ચર્ચા : ધાનેરા તાલુકાના જાડી ગામમાં ગૌચરની જમીનમાં પ્રધાન મંત્રી આવાસ ઉભુ

પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા

ગૌચરની જમીનમાં પ્રધાનમંત્રી આવાસનો લાભ કઈ રીતે મળ્યો તેવી લોકોમાં ચર્ચા • પાકા મકાનનું બાધકામ થયું હોવાની રજૂઆત જિલ્લા વિકાસ અધિકારીને કરાઈ ધાનેરા તાલુકાના જાડી ગામમાં ગૌચરની જમીનમાં પ્રધાન મંત્રી આવાસ ઉભુ કરાયું હોવાના આક્ષેપ સાથે જાગૃત નાગરિક દ્વારા ગૌચર જમીનમાં પાકા મકાનનું બાધકામ થયું હોવાની રજૂઆત જિલ્લા વિકાસ અધિકારીને કરાઈ ધાનેરા તાલુકાના જાડી ગામમાં રડમલભાઈ રબારીએ જિલ્લા વિકાસ અધિકારીને દબાણ બાબતે લેખિતમાં રજૂઆત કરી છે . જેમાં જાડી ગ્રામ પંચાયતના સભ્યએ ગૌચરની જમીનમાં દબાણ કર્યું છે . જાડી ગામમાં આવેલ સર્વે નંબર 812 ગૌચર જમીનનો સર્વે નંબર છે અને આજ સર્વે નંબર વાળી ગૌચર જમીનમાં પાકા મકાનનું બાધકામ થયું હોવાની રજૂઆત જિલ્લા વિકાસ અધિકારીને કરાઈ છે . જો કે રજૂઆતના પગલે સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારાં કોઈ કાર્યવાહી ના થતાં હવે અરજદાર હાઇકોર્ટ સુધી જવાની તૈયારી કરી રહ્યા છે . સરકારમાંથી 1 લાખ 20 હજાર રૂપિયા મંજૂર કરાવી વ્યક્તિએ ગૌચર જમીનમાં આવાસ બનાવી દીધું છે . જ્યારે સાચા ગરીબ અરજદારને સરકારી આવાસ યોજનાનો લાભ લેવો હોય તો તેની ઉંમર દસ્તાવેજ ભેગા કરવામાં પૂરી થઈ જાય છે . જો કે બીજી તરફ સરકારી આવાસ યોજનાનો લાભ મેળવવા માટે લાચ રૂપે રકમ હોય તો ગૌચર જમીનમાં પણ સરકારી આવાસનો લાભ મળી જતો હોય છે તેમ જાડી ગામના અરજદાર રડમલભાઈ રબારી કહી રહ્યા છે . ધાનેરાના જાડીમાં સરકારી ગૌચરની જમીનમાં દબાણ બાબતે વિસ્તરણ અધિકારી જબરસિહનો સંપર્ક કરતા જણાવ્યું હતું કે આ બાબત અમારા ધ્યાને આવતા અમો તપાસ કરી કાર્યવાહી કરીશું .

Comments (0)
Add Comment