રિપોર્ટર પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
ધાનેરામાં આંગણવાડી ઓફિસમાં અનેક ગેરરીતિઓ અંગેની ફરિયાદો ઉઠી હતી. જેના પગલે મંગળવારે જિલ્લા વિકાસ અધિકારીએ ધાનેરા આઇ.સી.ડી.એસ. કચેરીની મુલાકાત લીધી હતી. ધાનેરા આંગણવાડી ઓફિસના સી.ડી.પી.ઓ અને કર્મચારીની મીલીભગતથી બે મહીના તેલના ખાલી ડબ્બાઓ અને બારદાન બારોબાર વેચી માર્યા હોવાના અખબારી અહેવાલો પ્રસિધ્ધ થયા પછી તે નાંણા સરકારી તિજોરીમાં જમા કરવામાં આવ્યા હતા. તેમજ અન્ય ગેરરીતિઓ પણ બહાર આવી હતી. જેના પગલે મંગળવારે જીલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેએ આઇ.સી.ડી.એસ. કચેરીની મુલાકાત લઇ કર્મચારીઓ સાથે બેઠક કરી હતી. તેમણે મિડીયા સમક્ષ જણાવ્યું હતુ કે, જે સમાચારો પ્રગટ કરવામાં આવ્યા છે તે બાબતે તપાસ માટે આઇ.સી.ડી.એસ. ના પ્રોગ્રામ ઓફિસરને ઓર્ડર અપાયો છે. જેના રિપોર્ટ પછી પગલાં લેવામાં આવશે.