દાંતીવાડા કોલોની ના તૃપ્તિ નગર ખાતે ગપપતિ દાદા ની ભવ્ય ઉજવણી કરતા તાલુકા ના તમામ કોરોના વોરિયર્સ નું સન્માન કરવામાં માં આવ્યું

દાંતીવાડા કોલોની ના તૃપ્તિ નગર ખાતે ગણપતિ મહોત્સવ ની ભવ્ય ઉજવણી દર વર્ષે કરવા માં આવે છે પણ છેલ્લા 2 વર્ષ થી સંપૂર્ણ ભારત ભર માં કોરોના સંકટ ના કારણે ગણપતિ મહોત્સવ ની ઉજવણી મોકૂફ રાખવા માં આવી હતી પણ આ વર્ષે સરકારી છૂટ છાંટ પ્રમાણે તૃપ્તિ નગર ખાતે ગણપતિ મહોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં ગુજરાત ના લોક ગાયક કલાકાર દ્વારા ગુજરાતી ગરબો ની પ્રસ્તુતિ આપી હતી જેમાં મોટી સંખ્યા માં લોકો દ્વારા ગરબા રમવામાં આવ્યા તા તારીખ 16-09-2021 ના રોજ રાત્રે વિશાલ મહાઆરતી નું આયોજન કરવામાં આવ્યું હતું આ મહાઆરતી આયોજનમાં મુખ્ય મહેમાન તરીકે ધાનેરા ના લોકલાડીલા ધારાસભ્ય શ્રી નથાભાઈ પટેલ, બનાસ મેડિકલ કોલેજ ના ચેયરમેન સેવાનિવ્રત ડી વાય એસ પી શ્રી પી જે ચૌધરી, જિલ્લા પંચાયત ના પૂર્વ પ્રમુખ પીનાબેન, દાંતીવાડા ના પી એસ આઈ અજય ચૌધરી ખાસ ઉપસ્થિત રહીને દાંતીવાડા માં કોરોના સંકટ કાલ આરોગ્ય,શિક્ષણ, સાથે અન્ય અલગ અલગ ક્ષેત્ર માં પોતાની જીવ જોખમી સેવા આપનાર સરકારી કર્મચારીયો અને સમાજસેવિયો કોરોના વોરિયર્સ તરીકે મુખ્ય મહેમાનો ના વરધ હસ્તે પ્રણામ પત્ર એનાયત કરીને બહુમાન કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમ માં પોતાના ઉદબોધન માં માનનીય ધારાસભ્ય શ્રી નથાભાઈ પટેલ દ્વારા કોરોના ની બીજી લહેર માં તાલુકા ના લોકો માટે મોડલ સ્કૂલ ખાતે કોવીડ હોસ્પિટલ ની વ્યવસ્થા કરનાર તાલુકા ના સમાજસેવી હૃદય સમ્રાટ શ્રી વિનોદભાઈ ભૂતડીયા નીલપુર ની કારગીરી ને બિરદાવી હતી અને કોલેજ ના ચેયરમેન સેવાનિવર્ત ડી વાય એસ પી શ્રી પી જે ચૌધરી દ્વારા ભારત ના તેજવી વડાપ્રધાન શ્રી નરેદ્ર મોદી જી 71વા જન્મદિવસ નિમત્તે ફરજીયાત કોરોના વેક્સીન લેવાનું આહવાન કરતા લોકો ને વેક્સીન થી વંચિત ન રાહિવની વિંનતી કરવામાં માં આવી હતી આ કાર્યક્રમ નું આયોજન દાંતીવાડા કોલોની ના તૃપ્તિ નગર રહીશો દ્વારા કરવામાં આવ્યું હતું મહાઆરતી દરમ્યાન હજારો ની સંખ્યા માં જનસેલાબ ઉમટી પડ્યો હતું અને ગણપતિ દાદા ને પ્રતિ લોકો ની સાચી શ્રદા જોવા મળી હતી

Comments (0)
Add Comment