ધાનેરા નજીક જાખડી ના યુવકે ગૃહસ્થ છોડી સન્યાસ લીધો

ધાનેરા તાલુકાને અડીને આવેલ રાજસ્થાનના રાણીવાડા તાલુકાના જાખડી ગામે ભોમિયા રાજપૂત સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. તેના ઘરમાં થોડી નિરાશા છે પરંતુ ગામમાં આનંદ નો પણ માહોલ છે.
રાજસ્થાનના જાખડીના રહેવાસી સોમસિંહ ભોમીયાના બાવીસ વર્ષના પુત્ર ગુમાનસિંહ કિશોરવયથી જ તેઓ સાધુ સંતોની સેવામાં વ્યસ્ત રહેતા હતા અને તેમની સેવાની સાથે સાથે સાધુ સંતોની સાથે પ્રવાસ પણ કરતા હતા. તેમને સાધુઓ પાસે રહેવાનું વધારે પસંદ હતું. ગુમાનસિંહ ના મગજમાં જાલોર ખાતે આવેલ સીરે મંદિરના મહંત શ્રી શાંતિનાથજી મહારાજ ની ઊંડી છાપ હતી.તેઓએ ગત વર્ષે ગુમાનસિંહે પોતાના વતન જાખડી થી જાલોર શિરે મંદિર સુધી 120 કિ.મી જમીન માપતા માપતા દર્શને શાંતિનાથજી મહારાજના મંદિર સુધી પણ ગયા હતા. ધાનેરા તાલુકાના ભાટીબ મઠ ના મઠાધિશ મહંત શ્રી શંકરપુરી મહારાજે ગુમાનસિંહને સંસારમાંથી દીક્ષા આપીને સંન્યાસ લેવડાવ્યો હતો અને તેઓએ પોતાના શિષ્ય તરીકે ગુમાનસિંહ નું નામ બદલીને વિષ્ણુપુરી નામ આપ્યું હતું.અને બે દિવસ પહેલા ભાટીબના મહંત શ્રી શંકરપુરી મહારાજ જાખડિ ખાતે ગુમાનસિંહ ઉર્ફે વિષ્ણુપુરી મહારાજનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું.
રાણીવાડા સરપંચ ભુપસિંહ ડાભી એ જણાવ્યું હતું કે સમાજ માટે આ ગૌરવની વાત છે કે યુવાનો પણ સાધુ બન્યા છે. અગાઉ પણ હર્ષવાડાના ભોમિયા સમાજના એક યુવાને અને તે રેવદર પાસે આવેલ બુઢેશ્વર મઠના મહંત લહેરગીરી મહારાજના શિષ્ય તરીકે બિરાજમાન છે.

Comments (0)
Add Comment