ધાનેરા ની ઓળખ સમું મામા બાપજી નું તળાવ પાણી વિના હવે સુકાવા લાગ્યું છે. છેલ્લા બે વર્ષથી ઓછા વરસાદને લઇ તળાવ સુકાઈ જતા કોરાકટ પડ્યા છે. વન્યજીવો પણ પાણી માટે રઝળી રહ્યા છે. ત્યાંરે ધાનેરા શહેરની ઓળખ સમા મામા બાપજી ના મંદિર આગળ આવેલો પવિત્ર તળાવ સુકાઇ રહ્યું છે.
ધાનેરામાં પર્યટન સ્થળ જો કોઈ હોય તો તે માત્ર મામા બાપજી નું મંદિર છે. મંદિરની આગળ આવેલા તળાવમાં ધાર્મિક પ્રસંગોની ઉજવણી થાય છે. ગણપતિ વિસર્જન હોય કે દશામાની મૂર્તિ વિસર્જન કે પછી કાનુડા વિસર્જન સમયે લોકો ભક્તિભાવ સાથે મામા બાપજી ના તળાવ પર આવતા હોય છે. જોકે હવે જેમ જેમ દિવસો વીતી રહ્યા છે તેમ તેમ આ મામા બાપજીબાપજી ના મંદિર આગળ આવેલું તળાવ સુકાઈ રહ્યું છે.
તળાવમાં કાચબા સહિતના અન્ય જીવો પાણીના વિના મરણ પથારીએ છે. ધાનેરાની સેવાભાવી સંસ્થાના આગેવાનો સહિત ધાનેરાના નાગરિકો દ્વારા મામા બાપજી ના તળાવને ભરવા માટે આગળ આવે તો પાણીમાં રહેલા જીવોને બચાવી શકાય તેમ છે.