અરવલ્લી જિલ્લામાં મોડાસા ખાતે અન્ન અને નાગરિક પુરવઠા અને સંસદીય બાબતોના મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમારની ઉપસ્થિતિમાં “સેવા સુશાસન કાર્યક્રમ” યોજાયો.
“ગરીબ કલ્યાણ અને સેવા સુશાસન કાર્યક્રમ”એ તમામ જિલ્લાઓને આવરી લેતો સૌથી મોટો રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ છે.કેન્દ્ર સરકારની મહત્વપૂર્ણ તમામ યોજનાઓનો લાભ નાગરિકોને ખુબ જ સરળતાથી મળે અને છેવાડાના લાભાર્થીને પણ યોજનાના દાયરામાં આવરી લેવાનો આ કાર્યક્રમનો મુખ્ય ઉદેશ્ય છે.
જિલ્લા કક્ષાનો “ગરીબ કલ્યાણ અને સેવા સુશાસન કાર્યક્રમ” મોડાસાના ટાઉન હૉલ ખાતે યોજાયો. કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા. પ્રધાનમંત્રીશ્રીની ફ્લેગશિપ અંતર્ગતની યોજનાના લાભાર્થીઓને સાથે વાર્તાલાપ પણ કરવામાં આવ્યો. લાભાર્થીઓને સહાય યોગ્ય સમયે અને યોગ્ય રીતે મળી હતી કે કેમ તેની સમીક્ષા કરવામાં આવશે આવી.
કાર્યક્રમમાં માનનીય મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમારે જણાવ્યું કે જીલ્લામાં રોડ રસ્તાથી લઈ આરોગ્ય માટે સરકારે ખુબ જ સારા કામ કર્યા છે.જીલ્લામાં તળાવ ખોદવાથી લઈ તળાવ ભરવાના કામ પણ કરવામાં આવ્યા છે. પહેલા ગામમાં કામ કરવા દાતા શોધવા પડતા હતા અત્યારે સરકાર ભરપૂર ગ્રાન્ટ આપી ગામનો વિકાસ કરે છે.પીએમ લોકોની ચિંતા કરતા, લોકો સાથે જોડાયેલ વ્યક્તિ છે. સરકારની યોજના આજે દરેક ખૂણાના વ્યક્તિ સુધી પહોંચી છે.
કાર્યક્રમમાં માનનીય કલેકટર શ્રી ડો. નરેન્દ્રકુમાર મીનાએ જણાવ્યું કે જીલ્લાના દરેક છેવાડાના નાગરિક સુધી દરેક પ્રજાલક્ષી યોજનાના લાભ મળે તે માટે સરકાર અને વહીવટી તંત્ર કટિબદ્ધ છે. આપણે સાથે મળીને આગળ વધવાનું છે. સુસાશન માટે આપણી સરકાર યોગ્ય ટેકનોલોજીનો પણ ઉપયોગ કરે છે. તમામ યોજનાના 100 ટકા લોકોને યોજનાનો લાભ મળે તે સરકારનો મુખ્ય ધ્યેય છે.
કાર્યક્રમમાં રાજ્યકક્ષાના અન્ન પુરવઠો અને ગ્રાહક સુરક્ષાની બાબતોના મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમાર, સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રભારી ભરતભાઈ આર્યા , અરવલ્લી જિલ્લા કલેકટર શ્રી નરેન્દ્રકુમાર મીના , જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી.ડી.ડાવેરા ,નગરપાલિકા પ્રમુખ શ્રીમતી જલ્પાબેન ભાવસાર, તાલુકા પંચાયતના પ્રમુખ બિપીનભાઈ સહિતના અઘિકારીઓ ઉપસ્થિત રહયા હતાં.