વિજયનગર તાલુકામાં દલીબા નર્સિંગ કોલેજ ખાતે શહીદ દિનની ઉજવણી કરવામાં આવી હતી

વિજયનગર તાલુકામાં દલિબા નર્સિંગ કોલેજ ખાતે શહીદોના યાદમાં કોલેજની તાલીમાર્થીઓ દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દેશ ભક્તિ ગીતો,પ્રવચન તેમજ વિવિધ સ્પર્ધાત્મક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમમાં વીર ભગતસિંહ ને યાદ કરી દેશભક્તિના રંગે રંગાયો હતો. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન નર્સિંગ કોલેજના પ્રિન્સીપાલ શ્રી નીખિલભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કોલેજના ટ્રસ્ટી ગણ, પ્રિન્સિપાલ શ્રીઓ અને વિવિધ કોલેજના અધ્યાપક મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

Comments (0)
Add Comment