ડીસા વોર્ડ નં 5 માં નવ યુવાનો દ્વારા ઈ શ્રમ કાર્ડ કેમ્પનું આયોજન કરાયું..

આજરોજ ડીસા શહેરમાં આવેલ‌ વોર્ડ નં 5 ના ન્યુ ગ્રુપના યુવાનો દ્વારા ઈ શ્રમ કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં
આજે અંબિકાનગર વિસ્તારમાં ઈ શ્રમ કાર્ડનો કેમ્પ રાખવામાં આવેલ હતો કેમ્પની અંદર દરેક જરૂરીયાતમંદ લાભાર્થી લાભ લઇ શકે તે હેતુથી ન્યુ ગ્રૂપ વોર્ડ નંબર 5 દ્વારા કોઈપણ વ્યક્તિનો ધંધા રોજગાર ન બગડે સહુનું હિત વિચારીને સાંજના પાંચ વાગ્યાથી રાત્રે મોડા સુધી કેમ્પનું આયોજન કરેલ હતું જેમાં મોટીસંખ્યામાં લોકોએ ઈ શ્રમ કાર્ડ કઢાવી કેન્દ્ર સરકારની મહત્વની યોજનાનો લાભ લીધો હતો જ્યારે ઈ શ્રમ કાર્ડ કેમ્પના
આયોજનને સફળ બનાવવા માટે વોર્ડ નં 5 ના જાગુત અને ઉત્સાહી
રાજુભાઈ ઠક્કર સાથે
મેહુલભાઈ પંચીવાલા
હિતેશભાઈ ગેલોત
નિખિલભાઇ પંચીવાલા
ચિન્ટુભાઈ ભરતીયા સહીત
ન્યુ ગ્રુપ વોર્ડ નંબર પાંચના
મિત્રોએ આ કાર્યક્રમને સફળ બનાવવા ભારે મહેનત કરી હતી જ્યારે ડીસા શહેરમાં સેવાભાવી એવા જીતુભાઈ પરમાર જે હંમેશા સરકારની કોઈપણ જન કલ્યાણકારી યોજનાનો લાભ લોકો સુધી પહોંચડાવા માટે સદાય પ્રયત્નશીલ રહે છે ત્યારે આજના વોર્ડ નં 5 માં પણ ઈ શ્રમ કાર્ડ કેમ્પનું આયોજનમાં મહત્વનો ફાળો આપી લોકોને સરકારની યોજનામાં લાભ અપાવા અને મદદરૂપ થવા ઉપસ્થિત રહીને ઈ શ્રમ કાર્ડ કઢાવી આપવામાં આવ્યા હતા.રિપોર્ટ નરેશ ડી વ્યાસ ડીસા બનાસકાંઠા

Comments (0)
Add Comment