કિશન મોહનિયા જિલ્લા બ્યુરો ચિફ દાહોદ
ધાનપુર તાલુકાના વતની અને રતનમહાલ ની પહાડીમાં ઉછરેલા નવયુવાન શ્રી નરેશભાઈ મંગાભાઈ ડામોર નું અગ્નિ વિર માં સિલેક્શન થયું હતું. અને સિલેક્શન બાદ છ મહિના ની ટ્રેનિંગ માટે ગયા હતા આર્મી ની આવી સખત ટ્રેનિંગ પૂરી કરીને કર્મભૂમિથી જન્મભૂમિ તરફ માદરે વતન ફરતા ધાનપુર તાલુકાના અને તેમના વતન ન ભુવેરો રતન મહાલના ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. એમપી અને ગુજરાતની બોર્ડરમાં આવેલું એવું રૂડું અને રળિયામણું રતન મહાલ નુ અને ભૂવેરો ગામનું અને ધાનપુર તાલુકા નું અને ડામોર પરિવારનું નામ રોશન કરતા તેમને ફુલહાર અને ડીજે દ્વારા રેલી કાઢીને વાંજતે ગાજતે જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું