થરાદ વાવ ના રાજકીય આગેવાનો વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર સાથે માનતા પુરી કરવા પદયાત્રા માં જોડાયા

સમગ્ર ગુજરાતમાં વરસાદ ખેચાતા ખેડૂતો અને પશુપાલકો ઘાસચારો ને લઈ ખાશ ચિંતિત બન્યા હતા તેવાં સમય વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ભારત પાકિસ્તાન સરહદ પર આવેલ નડેશ્વરી માતાજી ના મંદિરે રક્ષાબંધન પર્વની ઉજવણી માટે સરહદ ની રક્ષા કરતા વિર જવાનોને દર વર્ષે રાખડી બાંધી શુભકામનાઓ પાઠવી હતી મંદિર દર્શન કરવા ગયા ત્યારે ધારાસભ્ય ગેની બેન ઠાકોર દ્વારા સારો વરસાદ થાય તો પગપાળા યાત્રા ભાભરથી નડાબેટ ચલાતા આવીશુ તેવી પ્રાર્થના કરવામાં આવી હતી કે જો થોડા દિવસ બાદ માતાજીની કૃપા થી મંથકમા સારો વરસાદ થતાં ખેડૂતો માં આનંદ ની લાગણી વ્યાપી ગઈ હતી ત્યારે ભાભર .વાવના ધારાસભ્ય ગેનીબેન દ્વારા માનતા પુરી કરવા માટે ભાભરથી નડાબેટ પદયાત્રા માતાજી ના ગરબા ઢોલ નગરા ડી.જે વાજતેગાજતે ભવ્ય પદયાત્રા યોજાઈ હતી જેમાં થરાદ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત ,દિયોદર ના ધારાસભ્ય શીવાભાઈ ભુરીયા , રાજપૂત સમાજ પ્રમુખ ડી.ડી રાજપૂત ,થરાદ તાલુકા કોગ્રેસ ના પ્રમુખ આબાભાઈ સાલંકી , થરાદ નગરપાલિકા પુર્વ પ્રમુખ પથુસિહજી રાજપૂત , રાષ્ટ્રીય રાજપુત કરણીસેના થરાદ ના મહામંત્રી ભરતસિંહ .એલ .રાજપૂત તેમજ અખિલ ક્ષત્રિય એકતા સંગઠન બનાસકાંઠા પ્રમુખ ભમરાજી વાઘેલા તેમજ કોગ્રેસ પાર્ટી ના પદ અધિકારીઓ .પાર્ટી ના આગેવાનો સમર્થકો મોટીસંખ્યામાં પદયાત્રા માં જોડાયા હતા ઠેરઠેર ધારાસભ્ય ગેનીબેન ઠાકોર નુ સ્વાગત કરવામાં આવ્યું હતુ

Comments (0)
Add Comment