નેનાવા ચેકપોસ્ટથી રેતી ભરેલા 2 ડમ્પર માલિકોને 3 લાખનો દંડ

પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા

ડીસાથી રાજસ્થાન તરફ બનાસ નદીની રેતી ભરીને મોટા પ્રમાણમાં ડમ્પરો જાઇ રહ્યા છે. 19 જુલાઇની મોડી રાત્રે રોયલ્ટી વગર પસાર થતા બે ડમ્પરોને થરાદ ડીવીઝન પોલીસની ટીમે ઝડપી પાડ્યા હતા અને ખાણ ખનીજને જાણ કરી તેમની તેમની સામે કાર્યવાહી કરવા જણાવતા ખાણ ખનીજ વિભાગ દ્વારા ત્રણ લાખનો દંડ કરવામાં આવ્યો હતો અને 15 દિવસ સુધી પોલીસ મથકે પડ્યા રહ્યા હતા.
ખાણ ખનીજ વિભાગ દ્વારા આરજે-46-જીએ-5467 ને રૂ.1,47,873 તથા જીજે-08-એયુ-7345 ને રૂ.1,59,976 નો દંડ કરવામાં આવ્યો હતો. આ બન્ને ડમ્પરોને નંબર જોવા મળ્યો હોવાથી તે બાબતે પણ ટ્રાફિક પોલીસને કાર્યવાહી કરવા માટે આદેશ આપ્યા હતા. જેથી ટ્રાફિક પોલીસ દ્વારા આ બાબતે આર.ટી.ઓ. પાલનપુરને જાણ કરતાં પાલનપુર આર.ટી.ઓ. વિભાગ દ્વારા આરજે-46-જીએ-5467 ને રૂ.20,478 તથા જીજે-08-એયુ-7345ને રૂ.3000 નો દંડ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી કરવામાં 15 દિવસ લાગતા ગાડીઓ પોલીસ મથકે ભરેલી પડી રહી હતી અને આટલો મોટો દંડ થતાં ડમ્પર ચાલકો રોયલ્ટી લેવાનું ચાલું કરી દીધું છે. થરાદ ડી.વાય.એસ.પી.એ જણાવ્યું હતું કે સાદી રેતીનું ખનન બાબતે પણ લોકોની રજૂઆતો મળી છે અને જો આવા લોકો પણ હાથમાં આવશે તો તેમની સામે પણ જરૂરથી પોલીસ કાર્યવાહી કરાશે. ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટરને પણ આ બાબતે અમોએ જાણ કરી છે.

Comments (0)
Add Comment