મહેંદીપૂરા(માહી) ખાતે રોહિત સમાજની વાડીમાં પંચશીલ વેલફર ટ્રસ્ટની સાધારણ સભા યોજાઈ….

કપિલ ચૌહાણ બૌદ્ધિક ભારત પાલનપુર

તારીખ ૩૦/૦૭/૨૦૨૩ ના રોજ મહેંદીપૂરા (માહી) ખાતે રોહિત સમાજની વાડીમાં પંચશીલ વેલફર ટ્રસ્ટ ની સાધારણ સભા યોજાઈ હતી પંચશીલ વેલફર ટ્રસ્ટ વર્ષ ૨૦૧૮ થી આજ દિન સુધી સમાજના લોકોને આર્થિક રીતે મદદરૂપ બનવા મૃત્યુ સહાય આપી ખૂબ જ સરાહનીય કાર્ય કરી રહ્યું છે જેમાં સાધારણ સભામાં ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે શ્રી બાબુભાઈ એન.જાગાણીયાની વરણી કરવામાં આવી હતી કાર્યક્રમ દીપ પ્રાગટ્ય કરી શરૂ કરવામાં આવ્યો હતો સભામાં ટ્રસ્ટના વર્ષ ૨૦૨૨ થી ૨૦૨૩ સુધી હિસાબ બાબતેની ચર્ચા કરવામાં આવી હતી કાર્યક્રમમાં પધારેલ મહેમાન શ્રીઓનું શાબ્દિક સ્વાગત પંચશિલ વેલફર ટ્રસ્ટ ના મંત્રી શ્રી હરેશભાઈ બી. શેખલિયા એ કર્યું હતું ગત વર્ષ સને ૨૦૨૨-૨૩ ના હિસાબો નું વંચાણ પંચશિલ વેલફર ટ્રસ્ટ ના ઉપપ્રમુખ શ્રી જયેશભાઈ ડી. ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું ત્યારબાદ મંચસ્થ બિરાજમાન મહેમાન શ્રી ડાહ્યાભાઈ સોલંકી, ગુલાબભાઈ શેખલિયાં, કરશનભાઈ ચૌહાણ, કપિલ એસ. ચૌહાણ, બકુલ પરમારે પ્રસંગને અનુરૂપ ઉદબોદન કર્યું હતું બાદમાં સંસ્થાના પ્રમુખ શ્રી અને કાર્યક્રમના અધ્યક્ષ શ્રી એ પોતાનું ઉદબોદન કર્યું તેમાં સંસ્થા વિશે તેમજ સંસ્થાને વેગ મળે તે માટે સૌના સાથ સહકાર ની અપિલ કરી હતી કાર્યક્રમને સફળ બનાવવા જેમણે જમણવારમાં દાતા બનાવ્યા તેઓનું પણ આ તબક્કે સન્માન કરવામાં આવ્યું ૩૦ ગામના નાણાં કલેક્શન કરનાર મિત્રોના હસ્તે પધારેલ મહેમાનોનુ પણ શાલ અને પુષ્પ ગુંછ આપી સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પંચશિલ વેલફર ટ્રસ્ટના પ્રમુખ શ્રી બાબુભાઈ જગાણીયા, ટ્રસ્ટના મંત્રી શ્રી હરેશભાઈ બી.શેખલીયા, જયેશભાઈ ધર્માભાઈ ચૌહાણ ( ઉપપ્રમુખ શ્રી, પસ્વાદળ ), અશ્વિનકુમાર ગૌતમભાઈ સક્સેના ( ઉપપ્રમુખ શ્રી,જિલ્લા પંચાયત સદસ્ય શ્રી ભારકાવાડા) મહેમાન શ્રી તરીકે શ્રી કરશનભાઈ આર. પરમાર ( પ્રમુખ શ્રી, જીવનધારા વેલફર ટ્રસ્ટ), કરશનભાઈ એલ.પરમાર ( ઉપપ્રમુખ શ્રી , રવીભીમ વેલફર ટ્રસ્ટ ,મલાણી સાઈઠ ), શ્રી ડાહ્યાભાઈ ટી.સોલંકી ( પ્રમુખ શ્રી, સંત રોહિતદાસ વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટ, જગાણા તેત્રીસી જલો), શ્રી હરજીભાઈ ડી.ચૌહાણ ( પ્રમુખ શ્રી, નવસર્જન સંસ્થા પાલનપુર ) , શ્રી મફતલાલ બી.ભાટિયા ( પ્રમુખ શ્રી ધાણધાર રોહિત સમાજ ટ્રસ્ટ પાલનપુર ) ,જિલ્લાના જાણીતા શ્રી કપિલ એસ.ચૌહાણ ( જિલ્લા દિવ્યાંગ પ્રતિનિધિ તથા પત્રકાર, દલવાડા ), ખોડલા પ્રાથમિક શિક્ષક શ્રી બકુલભાઈ પરમાર તથા દાતાશ્રીઓમાં ૧૧૦૦૦/ગુલાબભાઈ વાસણા,
૫૦૦૦/એમ.પી.રાજ નોદોત્રા ,
૫૦૦૦/એલ.એસ. છાપિયા છાપી,
૫૦૦૦/અલ્પેશકુમાર ડી.ચૌહાણ પસવાદળ,
૫૦૦૦/દિનેશભાઈ એ.સોલંકી સરપંચ શ્રી મજાદર,
૫૦૦૦/જેઠીબેન ડાહ્યાભાઈ સોલંકી મજાદર,
૫૦૦૦/ ખાંનાભાઈ બી.સાગર સેદ્રાસણ,
૫૦૦૦/રાઠોડ મફતલાલ નાથાભાઈ ચંગવાડા,
૫૦૦૦/મણીબેન અમરાભાઇ છાપીયા. છાપી,
૫૦૦૦/રતનબેન લાલાભાઈ મેતીયા મેતા,
૫૦૦૦/નગીનભાઈ કાનજીભાઈ પરમાર શેરપુરા(મ.),
૫૦૦૦/માંનજીભાઈ પુંજાભાઈ પરમાર કોટડી,
૫૦૦૦/ લવજીભાઈ જેઠાભાઈ શેખલીયા વાસણા (જ),
૫૦૦૦/રમેશભાઈ ચેલાભાઈ ચાવડા કાણોદર
, વીરાભાઇ જે.સુંઢીયા માહી( મિનરલ વોટરના દાતા), ફોટોગ્રાફી ના દાતા શ્રી હર્ષદભાઈ મેતીયા મેતા, સાઉન્ડના દાતા સંજયભાઈ, ગમાનભાઈ પરમાર પસવાદળ, વડીલ શ્રીઓ, યુવાઓ વગેરે એ સહયોગી બની ઉપસ્થિત રહી શિસ્તબદ્ધ રીતે સ્વરૂચી ભોજન કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અંતે કાર્યક્રમની આભાર આભારવિધિ એલ.એસ.છાપિયા સાહેબ કરી હતી આ કાર્યક્રમનું સફળ સંચાલન રાજેશભાઈ કોઇટીયા તેમજ દેવચંદભાઈ પરમાર લાલાવડા તરફથી કરવામાં આવ્યું હતું

Comments (0)
Add Comment